Admission Helpline: Mo: +91 63511 13155, +91 95374 69111, +91 75674 89888

વિદ્યાદીપ યુનિ., વિદ્યાકુંજ ગ્રુપ દ્વારા નવસારીના પરા વિસ્તારમાં છાત્રોને કીટ વિતરણ

વિદ્યાદીપ યુનિવર્સિટી/વિદ્યાકુંજ ગ્રુપ દ્વારા નવસારીના પરા વિસ્તારમાં અતિવૃષ્ટિને કારણે થયેલ નુકસાનમાં સ્કૂલ/કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ નુકસાન થયું. આ બાબતે નવસારીના સામાજિક કાર્યકર ચેતનભાઈ પટેલે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને નોટબુક, પેન્સિલ, પેન, દફતર/સ્કૂલ બેગ માટે અપીલ કરી. આ અપીલને માનવતાની માહેર ગ્રુપના દાતાઓ, વિદ્યાદીપ યુનિવર્સિટી અને વિદ્યાકુંજ પરિવારે સ્વીકારી નવસારીના જલાલપોર વિસ્તારમાં આજરોજ ધોરણ ૧ થી ૧૨ સુધીના ૭૨ વિદ્યાર્થીઓને જરૂરી કીટ વિતરણ કરવામાં આવી હતી.આ પ્રસંગે મહેશભાઈ પટેલ, ભાર્ગવ ઋષિ, હિરલ ચોહાણ તથા ચેતનભાઈ પટેલ તથા સ્થાનિક કાર્યકર બહેનોએ વિદ્યાર્થીઓ, વાલીઓને કીટ આપી અભ્યાસ માટે શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Enquire Now